15 YouTube views, likes subscribers in 10 minutes. Free!
Get Free YouTube Subscribers, Views and Likes

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળી ચલાવનારા 20 વર્ષના લબરમૂછિયા થોમસ વિશે અત્યારસુધી FBIને શું-શું જાણવા મળ્યું?

Follow
I am Gujarat

અમેરિકામાં એક ચૂંટણી રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવી વ્યક્તિ પર જે રીતે ફાયરિંગ થયું તે ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. દેશમાં હાલ ઈલેક્શનનો સમય છે, પરંતુ જેટલી ચર્ચા ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઈડનની નથી થઈ રહી તેનાથી વધારે ચર્ચા જેને સરખી દાઢીમૂછ પણ નહોતી આવી તેવા 20 વર્ષના છોકરા થોમસ મેથ્યૂ ક્રુક્સની થઈ રહી છે. એક 20 વર્ષનો છોકરો, જેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, જે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનો જ ટેકેદાર હતો તેને ટ્રમ્પને મારવાનો વિચાર કઈ રીતે આવ્યો તે સવાલનો હજુ સુધી સ્પષ્ટ જવાબ નથી મળી શક્યો. થોમસ મેથ્યૂ ક્રૂક્સે ટ્રમ્પ પર આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું તેની બીજી જ સેકન્ડે સ્નાઈપર્સે તેનું ભેજું ઉડાવી માર્યું હતું. જોકે તેના મોતને કારણે તેની આ કરતૂત સાથે સંકળાયેલા ઘણા બધા રહસ્યો જમીનમાં ધરબાઈ ગયા છે જેની ક્યારેય માહિતી નહીં મળે. આમ છતાં એફબીઆઈ આ છોકરા વિશે શક્ય એટલી વધારે માહિતી મેળવવા પ્રયાસ કરી રહી છે. તપાસ કરતી એજન્સીઓ કહે છે કે થોમસ પાસે એઆર15 રાઈફલ હતી જે અમેરિકામાં બહુ લોકપ્રિય છે અને તેનાથી ભૂતકાળમાં પણ હત્યાકાંડ થયા છે.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

posted by p3zcu