Buy real YouTube subscribers. Best price and warranty.
Get Free YouTube Subscribers, Views and Likes

ઉત્તર ગુજરાતના એક ડફોળ એજન્ટના ભરોસે અમેરિકા-કેનેડા જવા માગતા કેટલાય લોકોની પ્રોફાઈલ ચિતરાઈ ગઈ!

Follow
I am Gujarat

લીગલી કે પછી ઈલીગલી વિદેશ જવા માગતા ગુજરાતીઓ મોટાભાગે એજન્ટો કે પછી કન્સલ્ટન્ટ્સના ભરોસે જ રહેતા હોય છે. તેમાંય જે લોકોની ટુરિસ્ટ વિઝા પર અમેરિકા જઈને ગાયબ થઈ જવાની ગણતરી હોય છે તે લોકો પોતાની પ્રોફાઈલ મજબૂત કરવા માટે અમુક દેશોમાં ફરવા જતા હોય છે, અને પછી તેઓ યુએસ માટે ટ્રાય કરતા હોય છે. આ સિવાય ઘણા ગુજરાતીઓ ટુરિસ્ટ વિઝા પર કેનેડા જવાની ગોઠવણ કરીને ત્યાં પહોંચ્યા બાદ બોર્ડર ક્રોસ કરી અમેરિકા ભેગા થઈ જતા હોય છે. જોકે, કોઈને વિદેશ મોકલવા માટે બધી ગોઠવણ કરવાનું કામ જરાય આસાન નથી હોતું, પરંતુ આજકાલ ઉત્તર ગુજરાતમાં બિલાડીના ટોપની જેમ ઢગલાબંધ એજન્ટો ગામેગામ ફુટી નીકળ્યા છે, અને આ બધાય પોતે લોકોને વિદેશ મોકલવાના ધંધામાં માસ્ટર હોવાના દાવા કરે છે. આટલું ઓછું હોય તેમ આવા બની બેઠેલા એજન્ટોમાંના કેટલાક તો પાછા અમેરિકા કે પછી બીજા કોઈ દેશોમાંથી ડિપોર્ટ પણ થયેલા છે, આ લોકો પોતે ભલે ઈન્ડિયાની બહાર જવાની ત્રેવડ ના ધરાવતા હોય પણ તેઓ લોકોને હથેળીમાં ચાંદ બતાવીને તેમની પાસેથી પૈસા ખંખેરી રહ્યા છે. આવો જ એક એજન્ટ ઉત્તર ગુજરાતના એક ટાઉનમાં આજકાલ ખાસ્સો એક્ટિવ થયો છે, જે અમેરિકાના સ્ટૂડન્ટ અને વિઝિટર જ્યારે કેનેડાના માત્ર ટુરિસ્ટ વિઝાનું કામ કરે છે.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

posted by p3zcu