Sub4Sub network gives free YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળી ચલાવનારા થોમસના મોબાઈલમાં કયું રહસ્ય છૂપાયેલું છે?

Follow
I am Gujarat

ટ્રમ્પ પર ફાયરિંગ કરનારો 20 વર્ષનો છોકરો થોમસ મેથ્યૂ ક્રુક્સ ભલે માર્યો ગયો હોય, પરંતુ તેની સાથે સંકળાયેલા ઢગલાબંધ સવાલોના જવાબ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી દિવસરાત આ કેસની તપાસ ચાલુ રહેશે. ટ્રમ્પ પર ફાયરિંગ થયું ત્યારબાદ FBIને સૌથી મોટો ડર એ વાતનો હતો કે આ કામ થોમસનું એકલાનું હતું કે પછી તેની સાથે બીજા કોઈ લોકો અથવા તો ગ્રુપ સંકળાયેલું હતું? અત્યારસુધીની તપાસમાં FBIને થોમસ સિવાય આ કેસમાં બીજા કોઈની સંડોવણી હોય તેવા કોઈપણ પુરાવા નથી મળી શક્યા. થોમસનો ફોન પણ FBIએ કબજે લીધો છે, અને તેમાં રહેલા ડેટાને એક્સેસ કરવાના પ્રયાસો ચાલુ છે. આ ઉપરાંત થોમસે આવું કેમ કર્યું તે જાણવા માટે પણ FBI આકાશપાતાળ એક કરી રહી છે અને આ સવાલનો જવાબ કદાચ મેથ્યુના મોબાઈલ ફોનમાંથી મળી જાય તેવી પણ આશા છે. થોમસ જે કાર લઈને ટ્રમ્પની ઈલેક્શન રેલીના સ્થળ નજીક આવ્યો હતો તેમાંથી પણ FBIને એક શંકાસ્પદ એક્સપ્લોઝિવ ડિવાઈસ મળી આવી હતી, અને તેના ઘરમાંથી પણ શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળ્યા હતા.

posted by p3zcu