It was never so easy to get YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

શિકાગોમાં એક સમયે સૌથી ધનવાન ઈન્ડિયનમાં જેની ગણના થતી હતી તેવા રિશી શાહની પડતી કઈ રીતે થઈ?

Follow
I am Gujarat

એક સમયે શિકાગોમાં જેને લોકો મિલિયોનેર માની તેને માન આપતા હતા તેવા મૂળ ગુજરાતી રિશી શાહને કોર્ટે 1 બિલિયન ડોલરના કૌભાંડમાં દોષિત ઠેરવીને સાડા સાત વર્ષની જેલની સજા ફટકારી છે. આઉટકમ હેલ્થ નામની ફર્મના CEO એવા 38 વર્ષના રિશી શાહને ગયા વર્ષે જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, તેની સાથે શ્રદ્ધા અગ્રવાલ નામની આ જ ફર્મની ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને કંપનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર બ્રાડ પર્ડીને પણ ફ્રોડના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને જુલાઈના પહેલા સપ્તાહમાં સજા સંભળાવવામાં આવે તેવી શક્યતા છે. શિકાગોમાં સેલિબ્રિટી જેવી લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવતો રિશી શાહ 2017ના અરસામાં 3.6 અબજ ડોલરનો આસામી કહેવાતો હતો અને ત્યારે તેની ઉંમર માત્ર 31 વર્ષ હતી. તે વખતે ફોર્બ્સના અમેરિકન બિલિયોનર્સના લિસ્ટમાં રિશી શાહ 400મા ક્રમે હતો, તેની પાસે પ્રાઈવેટ એરક્રાફ્ટ તેમજ યૉટ હતા અને તે જે ઘરમાં રહેતો હતો તેની કિંમત પણ આઠ મિલિયન ડોલર હોવાનું મનાતું હતું. રિશી શાહની કંપની આઉટકમ હેલ્થે ખૂબ જ ટૂંકા સમયમાં એટલી શાનદાર પ્રગતિ કરી હતી કે 2011માં તેની કંપનીમાં 11 એમ્પ્લોઈ હતા જેમની સંખ્યા 2017માં વધીને 500ની ઉપર પહોંચી ગઈ હતી, અને શિકાગોની તે સૌથી ચર્ચાસ્પદ ટેક કંપનીઓમાંની એક હતી. જોકે, રિશી શાહે પોતાનું આ સમગ્ર સામ્રાજ્ય જૂઠ્ઠાણા પર ઉભું કર્યું હતું, અને તેના કારણે સફળતાના સાતમા આસમાને ઉડતો રિશી શાહ જોતજોતામાં જ જમીન પર આવી ગયો હતો.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

posted by p3zcu