15 Free YouTube subscribers for your channel
Get Free YouTube Subscribers, Views and Likes

આ સમાધિ.. ડૉ. લલિત ત્રિવેદી ડૉ. ભરત પટેલ ગાર્ગી વોરા

Follow
Bharat Patel

આ સમાધિની ક્ષણો, શ્વાસો, શ્રુતિ પ્રગટો હવે
વેદની રુચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે

શંખ ફુંકું આ શ્વસનગંગોત્રીના નભ સુધી
નાભિમાંથી શ્વાસની અંતિમ ગીતી પ્રગટો હવે

ચીપિયો ખખડે ને દ્વારો ખટખટે બ્રહ્માંડના
કે ધખે બ્રહ્માંડલગ ધૂણી, ધૃતિ! પ્રગટો હવે

ચર્મમાંથી મર્મમાં પ્રગટું.. ચરમસીમા વટું..
એ સકળ અખિલાઈની ગેબી સ્થિતિ પ્રગટો હવે

આભમય એકાંતની ગહેરાઈમાં બોળું કલમ
હે અગોચર નો અરથ અથથી ઇતિ પ્રગટો હવે

કવિ.. ડૉ. લલિત ત્રિવેદી
ગાયક.. ગાર્ગી વોરા
સ્વર નિયોજન અને સંગીત.
ડૉ. ભરત પટેલ

posted by ropitans7s