Secret sauce that brings YouTube followers, views, likes
Get Free YouTube Subscribers, Views and Likes

ATITHI || अतिथि || HEART TOUCHING SHORT FILM || Gnan Mandir Gurukul

Follow
Gnanmandir Gurukul

ત્રિમંદિર સંકુલમાં આવેલ જ્ઞાનમંદિર ગુરુકુળ, પૂજ્ય દાદાશ્રીએ આપેલ અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતોને પાયામાં રાખીને બાળકોનું સંસ્કાર સિંચન કરે છે. પૂજ્ય દાદાશ્રી કહે છે “આ જનરેશન હેલ્ધી માઈન્ડની પાકી છે, હેલ્ધી માઈન્ડની જનરેશન કોઈ વખત પાકે નહિ અને પાકે ત્યારે વર્લ્ડનું કલ્યાણ કરે. આને માર્ગદર્શન આપનાર જોઈએ.”

આ જનરેશન યોગ્ય દિશામાં વળે તે હેતુથી સંસ્કાર સિંચન, લીડરશીપ ટ્રેઈનીંગ, શિક્ષણ, સ્પોર્ટ્સની વિવિધ પ્રવૃતિઓ ગોઠવવામાં આવે છે.

જ્ઞાનમંદિર ગુરુકુળમાં બાળકોને જીવનમાં જરૂરી તમામ નાની મોટી લાઈફ સ્કીલ્સ શીખવવામાં આવે છે જેથી મોટા થઇને પોતાના કામો જાતે કરી શકે.
લાઈફ સ્કીલ્સ જેમકે પોતે ઘરે એકલા હોય તો પોતાના પુરતું જમવાનું બનાવતાથી માંડીને ઘરના તમામ કામ જાતે કરી શકે, જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદી કેવી રીતે કરવીથી માંડીને તેની સાચવણી પણ શીખવવામાં આવે છે.

ઓછા બજેટમાં રહેતા શીખવું અને બિન જરૂરી વસ્તુઓમાં પૈસા શા માટે ન વેડફવા જોઈએ તેવી સમજણ બજેટ પીકનીક, ઇવેન્ટ અને વિવિધ એક્ટીવીટી દ્વારા બાળકો અહી શીખે છે. .

બાળકો અહીના સંસ્કારી વાતાવરણમાં એકબીજા સાથે હળી મળીને રહેતા શીખે છે અને એક બીજા માટે હેલ્પ કરતા શીખે છે. એમ કરીને એક બીજા માટે સહિષ્ણુતા અને માનવતાના ગુણો ખીલે છે.
વડીલો સાથે વ્યવહાર કરતી વખતે વિનય ભાવ કેળવતા શીખે છે.

દરેક નાની મોટી ઇવેન્ટના પ્લાનિંગથી લઈને ઇવેન્ટના અંત સુધી તમામ જવાબદારી બાળકો ને જ સોંપવામાં આવે છે જેથી બાળકો લીડરશીપ, પ્લાનિંગ, એક્સ્ઝીક્યુશન, ટીમવર્ક, બજેટ મેનેજમેન્ટ વગેરે શીખે છે. આ દરેક ઇવેન્ટમાં બાળકો સાથે જ્ઞાનમંદિરના કોર્ડીનેટર માર્ગદર્શન માટે રહે છે જેથી નાની મોટી આવતી નિષ્ફળતા સામે કેવી રીતે સામનો કરવો તે નાની ઉમરમાં જ શીખી જાય છે.

હાલ, આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ દેસાઈના માર્ગદર્શનથી સંચાલિત આ જ્ઞાનમંદિર ગુરુકુળમાં ધોરણ ૫ થી કોલેજ સુધીના કુલ ૧૦૦ થી વધારે બાળકો ( છોકરાઓ ) માં સંસ્કારના બીજ રોપાઈ રહ્યા છે.

બાળકોમાં થતી આવી સંસ્કાર સિચનની પ્રવૃતિઓની ઝલક નીહાળવા અચૂક વિઝીટ કરો જ્ઞાનમંદિર YouTube Channel ને.

#shortfilm #moralshortfilm
#lifeskills #dadabhagwanfoundation #pujyadeepkbhaidesai #gnanmandirgurukul #trimandirsankul #gurukuladalaj #dadabhagwan #sanskarsinchan #leadershipatgnanmandir

જ્ઞાનમંદિર ગુરુકુળ
99243 44481
Gnan Mandir | Development of Child | Scientific Solution (dadabhagwan.org)
www.dadabhagwan.org

posted by qinkf