How to get free YouTube subscribers, likes and views?
Get Free YouTube Subscribers, Views and Likes

અમેરિકા જતાં ઘણા ગુજરાતીઓને પૂરતી માહિતી ના હોવાથી વગર વાંકે હજારો રૂપિયાનું નુક્સાન વેઠવું પડે છે

Follow
I am Gujarat

હવે થોડા દિવસોમાં જ સપ્ટેમ્બર ઈનટેકમાં એડમિશન લેનારા ગુજરાતી સ્ટૂડન્ટ્સ મોટી સંખ્યામાં અમેરિકા જશે, આ સિવાય આખા વર્ષ દરમિયાન પણ હજારો ગુજરાતીઓ અમેરિકા આવતાજતા રહે છે, પરંતુ યુએસ જતી વખતે પેકિંગમાં કઈ વાતનું ધ્યાન રાખવું તેની ઘણા લોકોને ખબર નથી હોતી. લોકો બેગનું વજન કેટલું રહેવું જોઈએ તે તો જાણતા હોય છે, પરંતુ બેગમાં કઈ વસ્તુઓ ના લઈ જવી તેની માહિતી પણ હોવી જરૂરી છે. અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર હાલના દિવસોમાં અમેરિકાના અલગઅલગ એરપોર્ટ્સ પર વિદેશથી આવેલા પેસેન્જર્સના લગેજમાંથી નીકળતી પોપ્યુલ બ્રાન્ડ્સની ફેક આઈટમ્સ મોટી સંખ્યામાં પકડાઈ રહી છે અને તેને એરપોર્ટ પર જ જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવે છે. અમેરિકાના એરપોર્ટ્સ પર તૈનાત કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે CBPએ ડુપ્લિકેટ વસ્તુઓનું સ્મગ્લિંગ અટકાવવા માટે સક્રિયતા વધારી છે, જેના કારણે ઘણા ઈન્ડિયન્સ પાસેથી મળતી નકલી વસ્તુઓ તેમને એરપોર્ટ પર જ જમા કરાવી દેવી પડી છે, અને તેમાંય નાઈકી અને અડિડાસ જેવી પોપ્યુલ બ્રાંડના લોગોવાળા ફેક કપડાં પર તો CBPના અધિકારીઓ એરપોર્ટ પર જ કાતર ફેરવી નાખે છે.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

posted by p3zcu