Grow your YouTube views, likes and subscribers for free
Get Free YouTube Subscribers, Views and Likes

Ep 4: ભાવેશે મેક્સિકોમાં પોતાની નજર સામે ત્રણ ગુજરાતી છોકરીઓને ડોન્કર્સની હવસનો શિકાર બનતા જોઈ

Follow
I am Gujarat

ભાવેશના ગ્રુપમાં રહેલા લોકોને જે જગ્યાએ ફટકારવામાં આવ્યા હતા તે મેક્સિકો સિટીથી ઘણી દૂર, પરંતુ મેક્સિકોઅમેરિકા બોર્ડરથી નજીક હતી.. જોકે બોર્ડર સુધી પહોંચવા માટે તેમને હજુ ઘણી લાંબી મુસાફરી કરવાની બાકી હતી. ભાવેશ પાસેથી તેનો ફોન લઈ લેવામાં આવ્યો ત્યારપછી તેને મેક્સિકોમાં ક્યાંક્યાં ફેરવવામાં આવી રહ્યો છે તેની તેને ભાગ્યે જ કશીય જાણ થતી હતી. જોકે, તેના ગ્રુપમાં જે એક વ્યક્તિનો ફોન ચાલુ હતો તેમાં તે લોકો ક્યારેકક્યારેક લોકેશન જોઈ લેતા હતા અને મોકો મળે તો ઘરે મેસેજ પણ કરી દેતા હતા. ભાવેશને છેલ્લે બસ એટલી ખબર પડી હતી કે તેના ગ્રુપને હર્મોસિલોથી સોનારા તરફ લઈ જવાયું હતું અને હવે તેમને બોર્ડર સુધી પહોંચવામાં ખાસ સમય બાકી નહોતો બચ્યો. તેના ગ્રુપને સોનોરા લઈ જવાયું તે પહેલા 31 ડિસેમ્બરે સવારે બધા લોકોને પેલા રૂમમાંથી બહાર કાઢીને મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને કડકડતી ઠંડીમાં એક પીકઅપ વાનમાં ચઢાવવામાં આવ્યા હતા, આ પીકઅપ વાનની પાછળ પણ ડોન્કર્સે ઘોડા કે પછી બીજા કોઈ જાનવરોને લાવવાલઈ જવા માટે બનાવાયેલા ટ્રોલી જેવા કોઈ સાધનને અટેચ કર્યું હતું, અને તેની અંદર પણ જેટલા થાય તેટલા લોકોને ઠાંસીઠાંસીને ભરી દેવામાં આવ્યા હતા. કાતિલ ઠંડીમાં સૂસવાટા મારતા પવનમાં જ્યારે તેમને લઈને પીકઅપ વાન નીકળી ત્યારે લોકોના હાથ પર બરફ જામી ગયો હતો, પણ તે વખતે એક 1819 વર્ષનો ગુજરાતી છોકરો ભીડમાં એવો દબાઈ ગયો હતો કે તેનાથી શ્વાસ પણ નહોતો લેવાઈ રહ્યો, અને તે છોકરાને ભાવેશ અને બીજા બે લોકોએ ઉપર લાવીને તેને તાડપત્રી ઓઢાડી દીધી હતી અને કોઈએ તેને ટોપી પહેરવા પણ આપી હતી.. જો તે છોકરાને સમયસર મદદ ના મળી હોત તો કદાચ તે જીવતો ના રહ્યો હોત.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

posted by p3zcu