Free YouTube views likes and subscribers? Easily!
Get Free YouTube Subscribers, Views and Likes

અમેરિકાની ચૂંટણીને હવે માંડ પાંચ મહિનાની વાર જો ટ્રમ્પ જીતી જશે તો કેટલું બદલાઈ શકે છે અમેરિકા?

Follow
I am Gujarat

05 નવેમ્બર 2024ના દિવસે અમેરિકામાં વોટિંગ થવાનું છે જેને હવે પાંચ મહિનાથી પણ ઓછો સમય રહી ગયો છે. અમેરિકાની આ ચૂંટણી અગાઉ ક્યારેય ના થઈ હોય તેવી રસાકસીભરી બની રહી છે, જેમાં હાલના પ્રેસિડેન્ટ જો બાઈડન અને પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. એક તરફ બાઈડન પોતાની ઓપન બોર્ડર ઈમિગ્રેશન પોલિસીને કારણે ભીંસમાં છે તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પહેલા જ એક કેસમાં જ્યૂરી દ્વારા કસૂરવાર ઠેરવાઈ ચૂક્યા છે. જોકે ત્યારબાદ પણ ટ્રમ્પે પોતાની આક્રમકતા બરકરાર રાખી છે, અને હાલ અમેરિકામાં એવી સ્થિતિ છે કે આ ચૂંટણી કોણ જીતશે તે અંગે ગેરંટી સાથે કોઈ કંઈ કહી શકે તેમ નથી. એક સમયે ટ્રમ્પનું પલડું ભારે થયું હતું પરંતુ જ્યુરીએ ચુકાદો આપ્યા બાદ તેમની પોપ્યુલારિટીમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. ટ્રમ્પ આ ચૂંટણી જીતવા માટે કોઈ કસર બાકી નથી રાખવાના તે તેમના પ્રચારમાં જ દેખાઈ રહ્યું છે તેવામાં જો ટ્રમ્પ ખરેખર જીતી જાય તો અમેરિકા કેટલું બદલાઈ જશે તેનું એક રસપ્રદ એનાલિસિસ ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામા આવ્યું છે.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

posted by p3zcu