Buy real YouTube subscribers. Best price and warranty.
Get Free YouTube Subscribers, Views and Likes

ડોનાલ્ડ ટ્રમ્પ જેમને જાનવર કહે છે તેવા ઈલીગલ ઈમિગ્રન્ટ્સને કારણે જ તેમનો જીવ બચી ગયો!

Follow
I am Gujarat

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ઈલીગલી રહેતા લોકોથી કેટલી નફરત કરે છે તે આખી દુનિયા જાણે છે. ઈલીગલ ઈમિગ્રન્ટ્સને જાનવર, આતંકવાદી અને ક્રિમિનલ્સ કહેનારા ટ્રમ્પ ભલે પોતાને સત્તા મળશે તો આ બધાનું માસ ડિપોર્ટેશન કરવાની વાતો કરતા હોય, પરંતુ જો ઈલીગલ ઈમિગ્રન્ટ્સનો મુદ્દો આટલો બધો ના ચગ્યો હોત તો કદાચ શનિવારે ટ્રમ્પ પર થયેલા ફાયરિંગનું પરિણામ પણ ખૂબ જ ભયાનક આવી શક્યું હોત. ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાના બટલર શહેરમાં સાંજના સમયે ભાષણ આપી રહ્યા હતા ત્યારે ગોળીબાર થયો હતો અને ગોળી તેમના કાનને વિંધીને જતી રહી હતી. આ હુમલામાં ચમત્કારિક રીતે બચી ગયેલા ટ્રમ્પે પોતે થોડા ઈંચથી ગોળીનો શિકાર બનતા રહી ગયા તે વાતનો શ્રેય ઈમિગ્રેશન ચાર્ટને આપ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે રેલી દરમિયાન તેમણે બોર્ડર પેટ્રોલ દ્વારા જાહેર કરાયેલા આંકડાના પોતાના સ્ટેજ પર બતાવાઈ રહેલા પ્રેઝન્ટેશનને જોવા માટે પોતાનું માથું નજીવું ફેરવ્યું અને તે જ સેકન્ડે ગોળી તેમના માથામાં વાગવના બદલે કાનને અડીને નીકળી ગઈ હતી.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

posted by p3zcu