It was never so easy to get YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

કલોલના કનુભાઈને USAમાં જીવતે જીવ નરકનો અનુભવ થઈ ગયો દિલ પર પથ્થર મૂકી લેવો પડ્યો આકરો નિર્ણય

Follow
I am Gujarat

ઈલીગલી અમેરિકા જવામાં કેટલું જોખમ છે તેનાથી કોઈ અજાણ નથી, અમેરિકામાં જઈને પણ કેવીકેવી તકલીફ અને અપમાન સહન કરવા પડે છે તે પણ ગુજરાતીઓ સારી રીતે જાણે છે. જોકે, જેમના સંબંધી કે ફેમિલીમાંથી કોઈ અમેરિકા રહેતા હોય તે લોકો તેમના ભરોસે ત્યાં જવા માટે તૈયાર થઈ જતાં હોય છે અને તેના માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરી નાખતા હોય છે. પરંતુ અમેરિકામાં પગ મૂક્યા બાદ ઘણા લોકોની જિંદગી નર્ક બની જાય છે, અને તેમની સ્થિતિ ના ઘરના કે ના ઘાટના જેવી થાય છે. કલોલના એક સુખીસંપન્ન પરિવારે પોતાને થયેલા આવા જ એક ભયાનક અનુભવને IamGujarat સાથે શેર કર્યો છે, જે ઈલીગલી અમેરિકા જવા માગતા કોઈપણ વ્યક્તિ કે ફેમિલી માટે ચેતવણીરૂપ છે. કલોલમાં રહેતા કનુભાઈ માર્ચ ૨૦૨૩માં પોતાના ૧૬ વર્ષના દીકરા અને પત્ની સાથે અમેરિકા જવા માટે નીકળ્યા હતા, જેના માટે તેમણે કલોલના જ એક એજન્ટ સાથે ૧.૮૫ કરોડ રૂપિયામાં ડીલ કરી હતી. એજન્ટે કનુભાઈને વાયદો કર્યો હતો કે તેમને રસ્તામાં કોઈ તકલીફ નહીં પડે, અને તેના માટે કનુભાઈએ પાંચ લાખ રૂપિયા વધારાના પણ ચૂકવ્યા હતા. જોકે, ૧૮ માર્ચના દિવસે ઈન્ડિયાથી રવાના થયેલા કનુભાઈનો ખરાબ સમય પોતાનું વતન છોડ્યાના ગણતરીના દિવસોમાં જ શરૂ થઈ ગયો હતો.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
વોટ્સએપ પર IamGujarat સાથે જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

posted by p3zcu